પેશાવર:  જમાયત ઉલેમા એ ઈસ્લામના પ્રમુખ ફઝલુર રહેમાને પોતાની 'આઝાદી' માર્ચને સરકાર વિરુદ્ધ જંગ ગણાવી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી આ સરકારનું પતન ન થાય ત્યાં સુધી તે સમાપ્ત થશે નહીં. તેમણે પેશાવરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું કે સમગ્ર દેશ અમારો યુદ્ધક્ષેત્ર (વોરઝોન) હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનમાં એકવાર ફરીથી સૈનિક શાસનની તૈયારી, ઈમરાનના તખ્તાપલટની તારીખ 'નક્કી'


આ દરમિાયન જમાયત ઉલેમા એ ઈસ્લામ (JUI-F) નેતાએ સરકાર વિરુદ્ધ 27 ઓક્ટોબરના રોજ એક કૂચ કાઢવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે "આ કૂચનું સમાપન રાજધાનીમાં થશે અને પાર્ટીનું ત્યાં ધરણા પ્રદર્શન કરવાની યોજના છે." તેમણે કહ્યું કે "અમારી રણનીતિ એકસરખી નહીં હોય. અમે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તેમાં બદલાવ કરતા રહીશું. સમગ્ર દેશમાંથી લોકોનો જનસેલાબ આ કૂચમાં ભાગ લેવા માટે આવી રહ્યો છે અને આ નકલી શાસક એક તણખલાની જેમ ડૂબી જશે." 


તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે આ માટે અન્ય વિપક્ષી પાર્ટીઓનું તેમને સમર્થન મળ્યું છે તો તેમણે કહ્યું કે "હું તેમને આ માર્ચમાં જોવાની આશા રાખુ છું. તમામ પાર્ટીઓ એ વાતને લઈને સહમત છે કે ગત વર્ષે થયેલી ચૂંટણી ફેક હતી અને ચૂંટણી ફરીથી યોજાવવી જોઈએ. તેમણે ચોક્કસપણે અમારી માર્ચમાં સામેલ થવું જોઈએ." 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...